ભારતીય કૃષિ આપણા દેશની આર્થિક કરોડરજ્જુ છે. આજે તે ઝડપથી બદલાતા સમય સાથે પોતાને અનુકૂલિત કરી રહી છે. આજે જ્યારે આબોહવા પરિવર્તન, સંસાધનોની મર્યાદા અને વધતી જતી વસ્તીની ખાદ્ય માંગ જેવા પડકારો સતત વધી રહ્યા છે, ત્યારે કૃષિ માત્ર ખાદ્ય ઉત્પાદન સુધી મર્યાદિત નથી રહી. આજે તે એક બહુપક્ષીય અને બહુપરિમાણીય ઉદ્યોગ બની ગયો છે.
કૃષિમાં આ નવાચાર-આધારિત પરિવર્તનમાં કૃત્રિમ બુદ્ધિ, સેટેલાઇટ અને ડ્રોન જેવી અદ્યતન તકનીકો મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ તકનીકોના ઉપયોગથી ખેતી વધુ સચોટ, કાર્યદક્ષ અને ટકાઉ બની રહી છે. પરંતુ આ નવી તકનીકોને સમજવી અને તેનો ઉપયોગ કરવો ખેડૂતો માટે જુરુરીયાત બની છે અને એક મોટો પડકાર પણ છે.
આ પુસ્તકનો હેતુ ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલા તમામને નવીનતા-આધારિત ટેકનોલૉજી અને સરકારી નીતિઓ બંનેના જ્ઞાનથી સભર કરી તકનીકી પ્રગતિ સાથે સશક્ત કરવાનો છે. પ્રિસિઝન એગ્રીકલ્ચર, ડિજિટલ ટૂલ્સ અને ક્લાઈમેટ-સ્માર્ટ ટેક્નોલોજી જેવી નવીનતા-આધારિત તકનીકોનો અપનાવીને, ખેડૂતો પાકના ઉત્પાદનમાં સાર્થક વધારો કરી શકે છે, કુદરતી સંસાધન આધારનું સંરક્ષણ કરી શકે છે અને અમૃત કાળ દરમિયાન ભારતને પર્યાવરણીય રીતે સભાન વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસાવવામાં યોગદાન આપી શકે છે.
જરા વિચારજો! નવાચાર-આધારિત સંદેશાઓ: વર્ષ ૨૦૨૪
Suresh Acharya
Rahul Dharaviya
Kishan Patel